
ભારત વિકાસ પરિષદ કેશોદ શાખામાં પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા ટીમ દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં A વિભાગમાં 36 બહેનોએ ભાગ લીધો ,અને B વિભાગમાં 22 બહેનો એ ભાગ લીધો હતો, ટોટલ સ્પર્ધકો 58 A વિભાગ માંથી પ્રથમ નંબર સોલંકી આસ્થા આર. દ્વિતીય નંબર પીઠવા દિયાબેન અને તૃતીય નંબર રાખોલીયા ધાર્મિબેન તેમજ B વિભાગ માં પ્રથમ ભીમજીયાની જલ્પાબેન જી. દ્વિતીય દેવાણી શિવાંગીબેન વી.તેમજ તૃતીય નંબર વિઠલાણી ઇશિતાબેન જે. નો નંબર આવેલ હતા ,નિર્ણાયક ની ભૂમિકા કે.વી.એમ ના આચાર્યા શ્રીમતિ વર્ષાબેન ભાખર તેમજ સ્નેહલ બેન કુંભાણીએ સેવા આપેલી હતી, આ કાર્યક્રમ માં મહિલા સંયોજિકા શ્રીમતિ કંચનબેન ગજેરા, સહ સંયોજીકા શ્રીમતિ શારદાબેન રાખોલિયા, ઉષાબેન સોલંકી તેમજ ગોપીબેન સુબા એ ભારે જહેમત ઉઠાવી હતી, તમામ વિજેતાઓને આયોજકો અને ભારત વિકાસ પરિષદ ની ટીમે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





