DAHODGUJARAT

દાહોદ રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો દાહોદ રેલવે પોલીસે (જી.આર.પી દાહોદ) ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો

તા.૦૫.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ રેલ્વે પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો દાહોદ રેલવે પોલીસે (જી.આર.પી દાહોદ) ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યાનો જાણવા મળે છે

 

પોલીસ મહાનિદેક્ષક પરિક્ષિતા રાઠોડ(રેલ્વેઝ) ગુજરાત રાજ્ય અમદાવાદ ની સુચના હેઠળ નાયબ પોલીસ મહા નિરીક્ષક સરોજકુમારી સાહેબ પ રેલ્વે વડોદરાનાઓ દ્વારા ટ્રેનોમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવી તથા ગુના શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જી.એસ બારીયા ૫.રે. વડોદરા વિભાગ વડોદરા નાઓની સુચના તથા પોલીસ.ઈન્સપેકટર કે.એસ.દેસાઈ સાહેબ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ દાહોદ રેલ્વે પોસ્ટે ખાતે નોંધાયેલ કુલ-૦૩ મોબાઈલ ચોરીના ગુનાના મુદામાલ તથા નાણા રીકવર કરતી દાહોદ રેલ્વે પોલીસ (જી.આર.પી) વધુમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ સાથે નામદાર કોર્ટમાં આરોપીનુ પવિણ ભુરાભાઇ ડામોર (રહે.મધ્ય પ્રદેશ) નુ પ્રોડોક્સન કરી જેલ હવાલે દાહોદ રેલવે પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!