
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : સાયરા – મેઘરજ ગેબી લેક રોડ પાસે દારૂની બોટલો રસ્તા પર જોવા મળી, દારૂ ભરેલી ગાડીમાંથી દારૂની પેટી રસ્તા પર પડી હોવાની ચર્ચાઓ..!! વિડિઓ થયો વાયરલ

ગાંધીના ગુજરાત માં હવે દારૂ ખુલ્લે આમ જોવા મળી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે સાથે દારૂની રેલમછેલ ખુલ્લે આમ જોવા મળતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા . ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂનો વેપલો થતો હોય તેવો ઘાટ છે પરંતુ આ બધી બાબતો વચ્ચે જવાબદાર કોણ એ પણ એક સવાલ છે આ બધી બાબતો વચ્ચે એક નવી ફિલ્મ સ્ટાઇલ સામે આવી


વાત છે મોડાસા ના ગેબી લેક પાસે આવેલ મેઘરજ સાયરા રોડ પરની જ્યાં હાલ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં રોડ પર ખુલ્લે આમ દારૂ ની બોટલો જોવા મળી રહી છે તેમજ ત્યાં ઘટના સ્થળે લોકોના જણાવ્યા મુજબ એક દારૂની મોટી ગાડી સાયરા તરફથી પૂર ઝડપે આવી રહી હતી અને ત્યાં પૂરઝડપે વળાંકમાં ગાડીમાંથી આ એક દારૂની પેટી રસ્તા પર પડી ગયેલ હતી અને ગાડી મેઘરજ તરફ ભાગી ગયેલ હોવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી.ઘટના ને લઈ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સાયરા તરફ થી મોડાસા શહેર તરફ આવતી આ ગાડી ખરેખર કોની રહેમ નીચે આવી રહી હતી તે પણ એક સવાલ ઉભો થયો છે. ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ આવતો હોય તેવા દ્રશ્યો સામે આવતા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા જોકે હાલ રસ્તા પર પડેલ દારૂની બોટલો નો જે વીડિયો સામે આવ્યો છે તેના પર હવે અનેક સવાલો ઊભા થયા છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા ધ્વારા યોગ્ય તપાસ કરી સત્ય હકીકત શું છે તે માટે તપાસ થાય તે જરૂરી છે જોકે હાલ તો આ વાયરલ વિડિઓ ચર્ચાનો વિષય બન્યો છે





