GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “નારી વંદન ઉત્સવ” સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી નિમિત્તે “Earn While Learn”ના સંદેશા સાથે શિબિર યોજાઈ

તા.૮/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આશરે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓને લિક્વીડ એમ્બ્રોડરી, ગોટા પટ્ટી વર્ક, લિપણ આર્ટ સહિતની કલાઓની તાલીમ અપાઈ

૨૫થી વધુ વિદ્યાર્થીઓને INDEXT-C કાર્ડનું વિતરણ કરાયું

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસની નેમ સાથે દર વર્ષે “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે મહિલાઓ પોતાની અંદર રહેલી ક્ષમતાઓને પીછાણીને આર્થિક, સામાજિક અને કાયદાકીય રીતે સશક્ત બને તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૦૧ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને આજરોજ ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ ઉપર ભાર મુકીને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રેરિત “Earn While Learn” એટલે કે શીખતાં શીખતાં કમાણી કરવાની આવડત ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હોમ સાયન્સ વિભાગમાં જાગૃતિસભર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનની ટીમ દ્વારા તા. ૦૪ ઓગસ્ટ થી ૦૭ ઓગસ્ટ દરમિયાન “Earn While Learn”ની શિબિર આયોજિત કરવામાં આવી હતી. જેમાં આશરે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને લિક્વીડ એમ્બ્રોડરી, ગોટા પટ્ટી વર્ક, લિપણ આર્ટ, મીનાકારી આર્ટ સહિતની કલાઓની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં બનાવેલી વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. જેની ઉપસ્થિત સર્વે મહાનુભાવો દ્વારા સરાહના કરવામાં આવી હતી.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઉત્પલ જોશીએ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય અંગે શુભેચ્છાઓ આપીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. જનકસિંહ ગોહિલે આપી હતી. જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી એમ.કે.લાડાણીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કામગીરી અને ડાયરેક્ટર શ્રી પવનકુમાર ગોરે SBI R.S.E.T.I.(રૂરલ સેલ્ફ એમ્પલોઈમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂશન)ના તાલીમ વર્ગો અંગે માહિતી આપી હતી. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી ૨૫થી વધુ વિદ્યાર્થીઓને INDEXT-C કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડિનેટર જેવીના માણાવદરીયાએ કર્યું હતું. જ્યારે ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી તપન નથવાણી અને હોમ સાયન્સ વિભાગના પ્રાધ્યાપક ડો.રેખાબા જાડેજાએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!