MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ઇ.એસ.આઇ. કાયદાનો લાભ કામદારોને મળી રહ્યો નથી, : PTRC

 

MORBI:મોરબીમાં ઇ.એસ.આઇ. કાયદાનો લાભ કામદારોને મળી રહ્યો નથી, : PTRC

 

મોરબીમાં સામાજીક સુરક્ષા કાયદાઓ કેદમાં છે, ન ઇએસઆઇ, ન પીએફ, ન પગાર પાવતી, મજુર કાયદાઓનું પાલન કરવા માલીકો તૈયાર નથી : પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર

મોરબીમાં કામદારો સાથે કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં મળેલ માહિતી અનુસાર ૯૩% કામદારોનો ઇ એસ આઇ કાયદા હેઠળ ફાળો કાપવામાં આવતો નથી, ૯૨%નો પી એફ કાપવામાં આવતો નથી અને ૯૦%ને પગાર પાવતી આપવામાં આવતી નથી.

તાજેતરમાં પ્રકાશીત અહેવાલ * કેદમાં કાયદા”માં આ વિગત આપવામાં આવી છે. સંસ્થાએ કરેલા અભ્યાસમાં ૨૦૦૦ કામદારો જોડાયા હતા જેમાં ૧૭૭૬ પુરુષ અને ૨૨૪ મહીલા કામદાર હતા. ૮૭૯ (૪૪%) સ્થાનીક અને ૧૧૨૧ (૫૬%) સ્થળાંતરીત કામદારો હતા. આ ૨૦૦૦ કામદારો જુદા જુદા ૨૯૦ એકમોમાં કામ કરતા કામદાર હતા. આ એકમો સીરામીકનું ઉત્પાદન કરનારા (૨૪૬ એકમ : ૧૭૨૯ કામદાર) હતા, સીરામીક સિવાય અન્ય ચીજોનું ઉત્પાદન કરનારા (૩૮ એક્મ ; ૧૫૬ કામદાર) હતા અને કેટલાક સેવા ક્ષેત્રના (૬ એકમ; ૧૧૫ કામદાર) હતા. આ તમામ એકમો એવા હતા જે ઇ એસ આઇ કાયદા હેઠળ સુચીત (નોટીફાય) કરેલા વિસ્તારમાં આવેલા હતા, ત્યાં ૧૦ થી વધુ કામદારો કામ કરતા હતા અને આ તમામના વેતન ૨૧ હજાર કે તેથી ઓછો હતો. ઇ એસ આઇ કાયદો લાગુ થવા માટે આ ૩ અગત્યની શરતો છે.

આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે આ એકમો પુરુષ અને મહિલા કામદારો વચ્ચે ભેદભાવ કરે છે અને સ્થાનીક અને સ્થળાંતરીત કામદારો વચ્ચે પણ ભેદભાવ કરે છે. ૧૧૨૧ સ્થળાંતરીત કામદારો પૈકી માત્ર ૪૦ (૩.૫%)ને જ ઇ એસ આઇ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

કામદારો સરેરાશ વેતન રુ.૧૫૯૪૩/- મેળવે છે પણ મહિલાઓને વેતન ઓછું મળે છે. જે કામદારોને ઇ એસ આઇ કાયદા હેઠળ આવરી લેવાયા છે તેમના વેતનમાંથી ફાળો કપાતો હોવા છતાં તેમને આ કાયદા હેઠળ મળવાપાત્ર ઓળખકાર્ડ આપવામાં આવ્યું ન હોવાને કારણે એ કામદારોને પણ લાભ તો મળતો જ નથી, એ પણ આ અભ્યાસમાં જાણવા મળે છે.

વેતન પાવતી અંગે કામદારોને કશી જ સમજ નથી એમ પણ આ અભ્યાસમાં જાણવા મળે છે. વેતન પાવતી કે ઓળખ કાર્ડ ન હોવાને કારણે કામદારો અકસ્માત કે વ્યવસાયીક રોગ થાય તો અપંગતા માટે કોઇ પણ કાયદા હેઠળ વળતર દાવો કરી શકતા નથી.

મોરબીમાં સામાજીક સુરક્ષા માટેના મહત્ત્વના કામદાર કાયદાના અમલ અંગે આ પ્રકારનો કદાચ આ પહેલો જ વ્યવસ્થીત અભ્યાસ થયો છે. મોરબીમાં ૧૯૬૭થી ઇ એસ આઇ કાયદાનો અમલ કરવા માટે જાહેરનામું પ્રગટ કરાયું તેના ૫૮ વર્ષ બાદ પણ ન તો ઉધ્યોગો કાયદાનો અમલ કરવા તૈયાર છે, ન સરકાર અમલ કરાવી શકે છે. કામદારોના સંગઠનો જ નથી જે આ માટે સબાણ ઉભું કરી શકે.

Back to top button
error: Content is protected !!