AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ:-પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર બન્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાંથી ધરમપુર ખાતે પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ કરવા જઈ રહેલા આંદોલનકારીઓએ પોલીસ જોડે ઘર્ષણ કર્યુ..પેટા:-ડાંગનાં વઘઇ ચેકપોસ્ટ ખાતે આંદોલનકારીઓએ “લડેંગે જીતેંગે”અને “સરકાર હમસે ડરતી હે પોલીસ કો આગે કરતી હે”નાં ઉગ્ર નારા લગાવતા વાતાવરણ તંગ બન્યુ..

દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યુ છે.આ આંદોલનના ભાગરૂપે, ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આજે 14મી ઑગસ્ટનાં રોજ ધરમપુર ખાતે એક મોટી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલીમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા.જોકે, આ વિરોધ પ્રદર્શનકારીઓ ધરમપુર પહોંચે તે પહેલા જ તેમને ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.વઘઈ ચેક પોસ્ટ પર ડાંગથી આવતા આંદોલનકારીઓને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતુ.આ ઘટનામાં તણાવ એટલો વધી ગયો કે કેટલાક પ્રદર્શનકારીઓએ તો હાજર પોલીસનાં જવાનોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.સાથે અમુક પ્રદર્શનકારીઓએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓની વર્દી પર પણ હાથ નાખી વર્દી ફાડયાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે.જેના દ્રશ્યો ત્યા સ્થળ પર જોવા મળ્યા હતા.પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનાં શ્વેતપત્રને લઈને હવે વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે.આદિવાસી સમાજ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે ધરમપુર જઈ રહેલા ડાંગ જિલ્લાના આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે આજે વઘઈ ચેકપોસ્ટ પર મોટો ઘર્ષણ થયો.પરિણામે, પોલીસને બળ વાપરવાની ફરજ પડી અને કેટલાક પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પણ થઈ હોવાના અહેવાલો છે. આ ઘટનાને પગલે વઘઈ-સાપુતારા માર્ગ પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો જામવાની સાથે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.આદિવાસી સમાજના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ૧૪મી ઓગસ્ટના રોજ ધરમપુરમાં વિરોધ પ્રદર્શન યોજાવાનું હતુ.જેમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ નીકળ્યા હતા. જોકે, તેમને વઘઈ ચેકપોસ્ટ પર પોલીસે અટકાવ્યા હતા.પોલીસે આંદોલનકારીઓને આગળ જવાની મંજૂરી ન આપતા પરિસ્થિતિ તંગ બની હતી.આ સમયે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ભારે રકઝક થઈ હતી.વિરોધ કરી રહેલા લોકોએ પોલીસને ધક્કે ચડાવી, જેના પરિણામે કેટલાક પોલીસ કર્મચારીઓના કપડા પણ ફાટી ગયા હતા.આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આંદોલનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.આ આંદોલનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે,મનીષભાઈ મારકણા,રાકેશભાઈ પવાર,તુષારભાઈ કામડી સહિત અન્ય કાર્યકરો પણ સામેલ હતા.પોલીસે તેમને પણ વઘઈ નજીક અટકાવ્યા હતા.ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહલ ઠાકરે તથા યુથ કૉંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારની પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. આ કાર્યવાહીથી આંદોલનકારીઓમાં વધુ રોષ જોવા મળ્યો હતો.આ ઘટના બાદ પોલીસે મોટી સંખ્યામાં આંદોલનકારીઓને ડિટેન કરીને વઘઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં પણ રકઝક ચાલુ રહી હતી. વઘઈ ખાતે મોટી સંખ્યામાં હજારો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આંદોલનકારીઓ રસ્તા પર બેસી જતાં વઘઈ-સાપુતારા માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ મામલે કોંગ્રેસના યુવા પ્રમુખ તુષાર કામડીએ જણાવ્યું હતું કે, પોલીસની આ કાર્યવાહીથી આંદોલન વધુ ઉગ્ર બનશે. આદિવાસી સમાજ પોતાના હક માટે લડત ચાલુ રાખશે. આ આંદોલનકારીઓનો મુખ્ય ભય એ છે કે આ પ્રોજેક્ટના કારણે તેમના ગામો અને ખેતીની જમીન ડૂબાણમાં જશે, જેના કારણે તેઓ વિસ્થાપિત થશે અને તેમની સંસ્કૃતિ અને જીવનશૈલી જોખમમાં મુકાશે.આ ઘટના સમગ્ર આદિવાસી સમાજના એકતા અને સંઘર્ષની ભાવનાને ઉજાગર કરે છે, જેઓ પોતાના અસ્તિત્વ અને અધિકારો માટે લડી રહ્યા છે.જ્યારે ડાંગ કૉંગ્રેસનાં નેતા મુકેશભાઈ પટેલને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવતા તેઓએ ભાજપા સરકાર પર બળાપો ઠાલવ્યો હતો.

Back to top button
error: Content is protected !!