MORBI:મોરબી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ભવ્યાતિ ભવ્ય રીતે 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી




MORBI:મોરબી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ભવ્યાતિ ભવ્ય રીતે 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી


આજ રોજ 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શ્રી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળામાં ભવ્યાતિ ભવ્ય રીતે ગામના યુવાનોની મહેનતથી ટ્રેક્ટરને વિશેષ રીતે શણગારી અદ્ભુત આબેહૂબ વીર જવાનોને બુલંદ નારા સાથે રેલી કાઢી યાદ કરી દેશભક્તિ ગીત થી સમગ્ર ગામનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ ગામના ઉપસરપંચ રીનાબેન હર્ષદભાઈ પાંચોટિયા ના વરદહસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિબેને અભિનય સાથે ચારણકન્યા ગીત રજુ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. SMC ના અધ્યક્ષ કિરીટભાઈ પાંચોટિયા તરફથી નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક મિત્રો વિનુભાઈ ફેફર , ગજાનનભાઈ આદ્રોજા એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું. આભાર વિધિ રોટરીગ્રામ (અ.) પ્રા.શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા દ્વારા કરવામાં આવી હતી.





