KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની વિવિધ સરકારી કચેરીઓ,શાળા કોલેજ ખાતે સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૧૫/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત ની આઝાદી ને ૭૮ વર્ષ પૂરા થઈ ને ૭૯ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ નગર તથા તાલુકામાં ઉત્સાહભેર મોટીસંખ્યામાં ગામના આગેવાનો અને અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય પર્વ ની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ કોર્ટના એડિશનલ સિનિયર સિવિલ જજ એફ.બી.પઠાણ, કાલોલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અનીલભાઇ રાવજીભાઇ રાવલ દ્વારા, કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન રાઠવા દ્વારા,કાલોલ પોલીસ સ્ટેશનમાં સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા,કાલોલ નગરપાલિકા ખાતે પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમાં પાસે આંબેડકર સ્મરણાંજલિ સમિતિના સભ્ય ડૉ સુનીલભાઈ પરમાર દ્વારા,કાલોલ કુમાર શાળા ખાતે કાલોલ પાલિકાના સભ્ય મીનાબેન સુથરીયા દ્વારા,એમજીએસ હાઇસ્કુલ ખાતે કાલોલ કેળવણી પ્રચારક મંડળના મંત્રી વિરેન્દ્રકુમાર મહેતા દ્વારા અને કાલોલ ગર્લ્સ હાઇસ્કુલમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશકુમાર ગાંઘી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા કોલેજ અને તાલુકાની શાળાઓમાં રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાલોલ તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ મલાવ ગ્રુપ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ના હસ્તે યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!