
કેશોદ પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કરી દેતાં ગણતરીની કલાકોમાં જયાં નજર નાખો ત્યાં પાણી પાણી કરી દીધું હતું. કેશોદ પંથકમાં સવારથી મેઘરાજાની અણનમ બેટિંગ થી વરસાદ પડતાં જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘુસવાનુ શરૂ થઈ ગયું હતું ત્યારે વરસાદ વિરામ લેવાનું નામ ન લેતાં પરિસ્થિતિ ગંભીર બનવા લાગી હતી કેશોદના મામલતદાર સંદીપ મહેતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા કર્મચારીઓ મશીનરી સાથે લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ભરાઈ ગયેલાં પાણીથી માનવજીવન ને ઉપરાંત જાનમાલની નુકસાની અટકાવવા જરૂર સુચના આપી તાબડતોબ કાર્યવાહી શરૂ કરાવી હતી. કેશોદ પંથકમાં સરેરાશ દશ ઈચ થી બાર ઈચ જેટલો વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી કેશોદ શહેર તાલુકામાં પસાર થતી ઉતાવળીયા નદી, ટીલોળી નદી, સાબળી નદી, ઓઝત નદી,મધુવતી નદી પુર આવવાથી બે કાઠે વહેતી હોય વરસાદી પાણી નો પ્રવાહ ફંટાઈ ખેતરોમાં અને સોસાયટીમાં ઘુસી ગયું હતું.સદનશીબે મેઘરાજાએ ખમેયા કરતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાઈ જતાં રસ્તાઓ બંધ થઈ જતાં અમુક ગામો સંપર્ક વિહોણા બન્યાં હતાં. કેશોદના મઘરવાડા ગામે પાણીમાં ફસાઈ ગયેલાં લોકોને વહીવટી તંત્ર દ્વારા બચાવ ટીમ મોકલી રેસ્કયુ કરીને સલામત બહાર લાવવામાં આવ્યાં હતાં.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






