BANASKANTHAGUJARATPALANPUR
ટોકરીયા શાળામાં હર્ષોલ્લાસ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ટોકરીયા શાળામાં હર્ષોલ્લાસ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં 79 માં સ્વાતંત્ર્ય દિનની હરખભેર ઉજવણી કરવામાં આવી. બાળકો ત્રિરંગા ધ્વજ, ડ્રમ, ઢોલક સાથે પ્રભાતફેરીમાં ગયા. અલ્પેશભાઈ ચૌહાણ વહીવટદાર શ્રી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર અને શાળા પરિવાર દ્વારા શાળામાં બાર પંખાનું દાન આપનાર SMC કમિટીના અધ્યક્ષ નિજામભાઈ શેરશિયા અને સોયબભાઈ દાઉવા (મસી) નું શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તલાટી કમ મંત્રી શ્રીમતી આકૃતિ બેન જોષી , નિજામભાઈ શેરશિયા ઈ ધરા પંચાયત, ગ્રામજનો, બાળકો અને શાળા પરિવાર ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.





