MALIYA (Miyana:માળીયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ નિવારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર

MALIYA (Miyana:માળીયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ નિવારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા આવેદન આપીને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે અનેક વખત રજૂઆતો અને આવેદનો આપ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને તાલુકાના સ્થાનિકોને સાથે રાખીને આવેદન આપવામા આપ્યું છે અને સાથે જો ૧૫ દિવસમાં યોગ્ય સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ઊંઘતા તંત્રને ચીમકી આપી છે.









