MORBI મોરબીના વાવડી રોડના પ્રજાપતિ સોસાયટીના રહીશો એ શેરીમાં સ્ટ્રીટ લાઈટ અને રસ્તા અંગે કમીશ્નનર લેખિતમાં રજૂઆત કરી છતાં પરીણામ શુન્ય

MORBI મોરબીના વાવડી રોડના પ્રજાપતિ સોસાયટીના રહીશો એ શેરીમાં સ્ટ્રીટ લાઈટ અને રસ્તા અંગે કમીશ્નનર લેખિતમાં રજૂઆત કરી છતાં પરીણામ શુન્ય
મોરબીના વાવડી રોડપર પ્રજાપતિ સોસાયટીના રહેવાસીઓ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી કે વાવડી રોડ ને આઇકોનિક રોડ જાહેર કર્યો છે પણ ત્યાં ની સોસાયટી ના રોડ રસ્તા ની હાલત સાવ ખરાબ છે વાવડી રોડ પર આવેલી પ્રજાપતિનપાર્ક સોસાયટી માં રસ્તાની હાલત અતિ ખરાબ છે શેરીઓમાં લાઈટ પણ નથી માણસો ચાલીને જઇ શકે તેવી પરિસ્થિતિ પણ નથી સોસાયટીના રહીશોએ કમિશનરને લેખિતમાં તા.૮-૦૮-ર૦૨૫ ના જૂઆત કર્યા પછી પણ તેનું નિરાકરણ કઈ આવ્યું નથી તેવું ત્યાંના રહીશોએ જણાવેલ વરસાદના પાણી ભરાઈ જતા રસ્તાની હાલત કિચણ ગાર થઈ ગઈ છે
(૧) અમોની શેરીમાં ઈલે.થાંભલાઓ આવેલા છે પરંતુ એકપણ તેમાં બલ્બ કે લાઈટ આવેલ નથી જે કારણે રાત્રીના સમયે અમારી શેરીમાં અંધકાર રહે છે.તેમજ અમારી આ શેરીમાંનો રસ્તો સાવ જર્જરીત થઈ ગયેલ છે.ગાબડા પડેલા છે અને શેરીમાં ચાલી શકાય તેવી સ્થીતી રહેલી નથી તેવામાં રાત્રીમાં લાઈટ વગર અંધારામા પસાર થવુ દુર્લભ છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે.
(૨) અમારા જાણવા મુજબ વાવડીરોકની સોસાયટી શેરીઓમાં લાઈટો માટે અને રસ્તા માટેની કામગીરી આપ સાહેબની કચેરી દવારા ચાલુ કરવામાં આવેલ છે પરંત હજુ સુધી અમોની શેરીમાં કોઈ જ લાઈટ ફીટીંગ કરવામાં આવેલ નથી કે રસ્તાનુ સમારકામ કરવામાં આવેલ નથી તેથી આ અરજી આપવા જરુરત પડી છે.
(૩) સબબ, અમો આપ સાહેબને નમ્ર અરજ કરીએ છીએ કે અમારી આ અરજીને નેક લક્ષ આપી વહેલી તકે અમોની શેરીમાં લાઈટો ફ્રીટ થઈ જાય અને રસ્તા ચાલવા લાયક બની જાય તેવો આદેશાત્મક હુકમ કરવા અમારી માંગણી છે









