BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા ક્રોસ-કન્ટ્રી ટીમનો ભવ્ય વિજય

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ,પાલનપુર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા ક્રોસ-કન્ટ્રી ટીમનો ભવ્ય વિજય. જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર માટે ગર્વનો પર્વ મનાયો કે કોલેજની ટીમે યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલ આંતર -કોલેજ ક્રોસ-કન્ટ્રી સ્પર્ધામાં પટણી સુરેશકુમાર પરથીભાઇ એ પ્રથમ સ્થાન સાથે ભવ્ય વિજય મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. તેમજ આ ખેલાડીની ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં પ્રથમ પસંદગી પામેલ છે.
આ જીત કોલેજના ખેલાડીઓની સખત મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ ટીમવર્કનું પરિણામ છે. ટીમના દરેક સભ્યે મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેના કારણે ટીમને પ્રથમ સ્થાન મળ્યું. “આ ખેલાડીઓની અસાધારણ પ્રતિભા અને સખત મહેનતનું પરિણામ છે. તેઓએ વર્ષ દરમિયાન જે પ્રતિબદ્ધતા બતાવી છે, તે ખરેખર પ્રશંસનીય છે. આ જીત માત્ર તેમની જ નહિ, પણ સમગ્ર મંડળ તેમજ કોલેજ માટે એક ગૌરવની વાત છે.” આ જીતથી ઉત્સાહિત, મંડળના સભ્યો તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રાધાબેન પટેલ એ ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ જીત એ આપણા ખેલાડીઓની સખત મહેનત, કોચના માર્ગદર્શન અને ટીમની એકતાની જીત છે. આ જીતથી અન્ય વિદ્યાર્થીઓને પણ રમતગમતમાં ભાગ લેવા માટે પ્રેરણા મળશે.” આ ટીમના ખેલાડીઓને સખત મહેનત અને પ્રોત્સાહન આપવાનું કાર્ય ટીમ મેનેજર ડૉ.વિપુલભાઈ દેસાઈએ કર્યું હતું અને તેમની સાથે કોલેજના પ્રિન્સિપાલ માર્ગદર્શક હેઠળ રમતગમત કમિટીના કન્વીનર ડૉ. વિજય ભાઈ પ્રજાપતિએ આયોજન કરેલ હતું.

Back to top button
error: Content is protected !!