ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના ઇપલોડા-પીસાલ ગ્રામજનોની બેઠક : પુલની માંગ સાથે આંદોલનની ચીમકી,17 વર્ષથી માંગ પુરી થઇ નથી 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઇપલોડા-પીસાલ ગ્રામજનોની બેઠક : પુલની માંગ સાથે આંદોલનની ચીમકી,17 વર્ષથી માંગ પુરી થઇ નથી

મેઘરજ તાલુકાના ઇપલોડા અને પીસાલ ગામના ગ્રામજનોએ વાત્રક નદી ઉપર પુલ બનાવવાની જૂની માંગને લઈને બેઠક યોજી હતી. ગામજનોનું કહેવું છે કે છેલ્લા 17 વર્ષથી તેઓ ત્રણ-ત્રણ વાર દરખાસ્ત કરી ચૂક્યા છે, અહીં સુધી કે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી, પરંતુ આજે સુધી પુલના કામે આકાર ધારણ કર્યો નથી.ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ધારાસભ્ય પી.સી. બરંડાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ દર વખતે માત્ર “પુલ બની જશે” એવા આશ્વાસન જ મળ્યા છે. હકીકતમાં કોઈ કાર્યવાહી થતી નથી.ગામજનોનું કહેવું છે કે વાત્રક નદી પર પુલ ન હોવાના કારણે રોજિંદા અવરજવર, વિદ્યાર્થીઓના અભ્યાસ, તેમજ આપત્તિની પરિસ્થિતિમાં મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે. વરસાદી સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે.બેઠકમાં નક્કી કરાયું કે જો ટૂંક સમયમાં પુલના નિર્માણની માંગ સંતોષવામાં નહીં આવે તો તેઓ ધારાસભ્યના ઘર આગળ બેસીને આંદોલન કરશે. ઇપલોડા ગામે યોજાયેલી આ બેઠકનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!