ARAVALLIGUJARATMEGHRAJ

શામળાજી દ્વારા આઈ.ટી.આઈ.માં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ અનુસુચિત જનજાતિના તાલીમાર્થીઓને ટૂલકીટ વિતરણ

અરવલ્લી

અહેવાલ :- હિતેન્દ્ર પટેલ

શામળાજી દ્વારા આઈ.ટી.આઈ.માં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ અનુસુચિત જનજાતિના તાલીમાર્થીઓને ટૂલકીટ વિતરણ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મેઘરજ ખાતે આજરોજ તારીખ:૨૬/૦૮/૨૦૨૫ના રોજ પ્રાયોજના વહીવટદારની કચેરી, શામળાજી દ્વારા આઈ.ટી.આઈ.માં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ અનુસુચિત જનજાતિના તાલીમાર્થીઓને ટૂલકીટ વિતરણ અંગેનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. જે કાર્યક્રમમાં પ્રાયોજને વહીવટદારશ્રી વી.આર. સકસેના, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એ.આર. પટેલ, નોડલ આચાર્ય એસ.કે.ઠક્કર તથા આચાર્ય જે કે પારેખ ઉપસ્થિત રહેલ હતા. જે ટૂલકીટ વિતરણ અંતર્ગત હાઉસ વાયરીંગની કુલ:૭૪, સુઇંગ ટેકનોલોજીની કુલ-૨૧ તથા વેલ્ડરની કુલ ૦૫ એમ તમામ મળીને કુલ:૧૦૦ ટૂલકીટનું વિતરણ કરવામાં આવેલ હતું. ટૂલકીટ વિતરણના અંતે પ્રાયોજના વહીવટદાર વી.આર. સકસેના દ્વારા લાભાર્થી તાલીમાર્થીઓને આપવામાં આવેલ ટૂલકીટનો સદુપયોગ કરીને આત્મનિર્ભર બનવા માટે શુભકામના પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!