યોગેશ કાનાબાર રાજુલા
રાજુલાના યુવા પત્રકાર નોઆજે જન્મદિવસ
નિડર અને યુવા પત્રકાર આસિફ કાદરી નો આજે જન્મદિવસ છે.
પત્રકારની કારકિર્દીની શરૂઆત કરી. પત્રકાર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા આસિફ કાદરી સત્યની સાથે રાજુલા વિસ્તારના સચોટ સમાચાર પ્રકાશિત કરવામાં અગ્રેસર રહ્યા છે અને રાજુલા પંથકમાં પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહેતા તેમજ પત્રકાર ક્ષેત્રે નિસ્પક્ષ તથા નિડર રહી લોકપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવી ચુક્યા છે તો સાથોસાથ સમાજ શિક્ષિત બને તે માટે વિદ્યાર્થીઓ, યુવાનોને શૈક્ષણિક રીતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સતત કાર્યશીલ રહ્યા છે. તદ્ઉપરાંત ગામડાના છેવાડાના લોકોને રાજય સરકારની યોજનાઓ વિશે આ પત્રકારે માહિતગાર કર્યા છે. આ કાર્ય પધ્ધતિ થકી લોકોમાં લોકચાહના ધરાવતા આસિફ કાદરીનો આજે જન્મદિવસ હોય જે નિમિત્તે તેમના મિત્ર વર્તુળોમાંથી તેમજ સગા-સંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ઉપરાંત ફેસબુક, વોટસપ સહિત સોશિયલ મિડીયામાં પણ તેમના હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.