GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ઉજવાયો

 

 

MORBI: મોરબી ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ઉજવાયો

 

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી નિમિત્તે ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, મોરબી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.

ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં કેજી થી ધોરણ આઠ સુધીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી 16 વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિત શિક્ષક તરીકેની ભૂમિકાઓ નિભાવી. સમગ્ર દિવસ દરમિયાન શાળા સંચાલન અંગે કરવામાં આવતા તમામ પ્રકારના કાર્યો વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને કર્યા, શાળાના તમામ શિક્ષકોનો બાળકોને સંપૂર્ણ સહયોગ રહ્યો, શિક્ષક દિવસની ઉજવણી માં ભાગ લેનાર તમામ બાળકોને ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના વહીવટદાર કે.આર.ચાવડા અને ટ્રસ્ટના સભ્યો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ કીટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.


આ ઉજવણી દરમિયાન શાળાના તમામ બાળકો અને શિક્ષકોને ડ્રીસના નંદિની પારિઆ દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!