
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઘોરવાડા ગ્રામ પંચાયતના ધરોલા ઘાટા ગામના તળાવની પાળમાં લીકેજ, તંત્ર સતર્ક
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઘોરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ધરોલા ઘાટા ગામમાં આવેલ તળાવની પાળમાં લીકેજ થવાની ઘટના સામે આવી છે. પાળની નીચેના ભાગેથી મોટા પ્રમાણમાં પાણી નીકળતા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી
માહિતી મળતા જ મેઘરજ મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને તળાવની પાળનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખી તળાવની આજુબાજુ અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ પોલીસ પોઇન્ટ ગોઠવવાની પણ તજવીજ હાથ ધરાઈ રહી છે.આ ઉપરાંત ઘોરવાડા ગ્રામ પંચાયતને તળાવના સમારકામ અંગેની દરખાસ્ત તૈયાર કરી સિંચાઈ વિભાગને મોકલી આપવા સૂચના આપવામાં આવી છે. તંત્ર હાલ સતર્ક થઈ જરૂરી પગલાં લઈ રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.






