GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ સમારોહ સંપન

 

 

MORBI:મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જન સેવા કેન્દ્રનો શુભારંભ સમારોહ સંપન

 

મોરબી જિલ્લા પાટીદાર જન સેવા કેન્દ્રના શુભારંભ સમારોહમાં દાતાઓ તેમજ કેરિયર એકેડમીના તાલીમાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાયું

મોરબી,અત્રેના કડવા કન્યા કેળવણી મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે માધ્યમિકથી સ્નાતક સુધી અભ્યાસ ચલાવવા,કમ્પ્યુટર કોર્ષ તેમજ ઉમા સંસ્કાર ધામમાં 250 જેટલા ઉમા આદર્શ લગ્ન તેમજ જાજરમાન લગ્ન માટેના બે મોટા હોલ,તેમજ અતિથિ આવાસ વગેરેનું નિર્માણ તેમજ પાટીદાર કેરિયર એકેડમી ચલાવવામાં આવે છે.જેમાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પાટીદારના 23 તેવીસ જેટલા યુવાન ભાઈઓ બહેનો જીપીએસસી ક્લિયર કરી સરકારી મહેકમમાં સમાવિષ્ટ થયેલ છે, ઈમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસીસમાં 135 ભાઈઓ બહેનો એ તાલીમ પ્રાપ્ત કરી પોત પોતાના વ્યવસાય કરી રહ્યા છે બ્યુટી પાર્લર ટ્રેનિંગ ક્લાસ પૂર્ણ કરનાર 55 જેટલી બહેનો પણ અત્યારે પગભર બની છે,ઘણા બધા દિકરા – દિકરીઓ પાટીદાર કેરિયર એકેડમીમાં કમ્પ્યુટર કૌશલ્ય પ્રાપ્ત કરેલ છે,આ બધા સમાજ ઉપયોગી કાર્યોની સાથે સાથે કડવા પાટીદાર પરિવારના વિદ્યાર્થીઓને યુવાનોને ભાઈઓ બહેનોને EWS પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્ર, ધો.12 પછીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આયુષ્યમાન કાર્ડ,વ્હાલી દિકરી યોજના,વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય, મહિલા સ્વાવલંબન યોજના, રેશનકાર્ડને લગતી કામગીરી વગેરેની અરજી કરી આપવા માટે તેમજ બિન અનામત આયોગની વિવિધ યોજનાની જાણકારી આપવા માટે “પાટીદાર જનસેવા કેન્દ્ર”નો શુભારંભ કન્યા છાત્રાલય રોડ,મોરબી ખાતે કરવા માટેનો શુભારંભ યોજાયો

જેમાં જીપીએસસી ક્લિયર કરેલ તાલીમાર્થીઓને સરદાર પટેલની પ્રતિકૃતિથી મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને બ્યુટી પાર્લરનો કોર્ષ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યા અને 135 તાલીમાર્થી સાથેની ઈમ્પોર્ટ એક્સપોર્ટની ચતુર્થ બેંચ તેમજ 75 વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ક્લાસની ચતુર્થ બેંચને આવકાર આપવામાં આવ્યો,પાટીદાર જન સેવા કેન્દ્ર માટે દાન આપનાર દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું, આ સમારોહમાં પ્રમુખ બેચરભાઈ હોથી કેરિયર એકેડમીમાં તેજ બાંણુંગારીયા, મનોજભાઈ પનારા,ડો.મનુભાઈ કૈલા, સંસ્થાના ચેરમેન એ.કે.પટેલ તેમજ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી વગેરેએ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના સમજલક્ષી સેવકાર્યોને વધાવ્યા હતા,આ કાર્યક્રમમાં વરસતા વરસાદમાં પણ ખુબજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બેચરભાઈ હોથી ઉપ પ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ,પરેશભાઈ મોરડીયા, અરૂણભાઈ, શિતલબેન, રશ્મિબેન વિરમગામા જનસેવા કેન્દ્રના કો.ઓર્ડિનેટર તેમજ તમામ ટ્રસ્ટી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી

Back to top button
error: Content is protected !!