ભાજપના એક નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં રાજનીતિમાં ભૂકંપ આવ્યો
થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં ભાજપ નેતા મનોહરલાલ ધાકડનો હાઈવે પર અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો જે પછી રાજનીતિમાં મોટી બબાલ મચી હતી. આ ઘટનાના થોડા મહિના બાદ વધુ એમપી ભાજપના વધુ એક નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજપ યુવા મોરચાના મંડલ મહામંત્રીનો એક મહિલા સાથેનો અશ્લીલ વીડિયો સામે આવ્યો છે. જેમાં મંડલ મહામંત્રી જીત નિષાદે એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ, જ્યારે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું અને પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારે પાર્ટીએ યુવા મોરચાના મંડલ મહામંત્રી પદ પરથી જીત નિષાદેને દૂર કર્યા.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપ નેતા મહિલા સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યાં છે.
જેનો અશ્લીલ વીડિયો વાયરલ થયો છે જે ભોપાલ ભાજપ યુવા મોરચના નેતા જીત નિશોદે છે. ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે.