HIMATNAGARPRANTIJSABARKANTHATALOD

તલોદ મામલતદાર કચેરીએ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી નેં ચાલુ વર્ષે જૂન મહિનાથી સતત અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનું સર્વે કરવામાં આવે

અહેવાલ:- પ્રતિક ભોઈ

આજરોજ તા ૧૧/૯/૨૦૨૫ નેં ગુરુવારે બપોરે એક વાગ્યે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા તલોદ મામલતદાર કચેરીએ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રી નેં ચાલુ વર્ષે જૂન મહિનાથી સતત અવિરત પણે વરસી રહેલા વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાનનું સર્વે કરવામાં આવે અને છેલ્લા પંદરેક દિવસ થી પરિપક્વ અવસ્થામાં મગફળી, કપાસ, સોયાબીન, તલ, મગ, બાજરી જેવા પાકો નેં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો આ બાબતે સરકાર શ્રી દ્વારા અને સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કરવામાં આવે તેવી દૈનિક અખબાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેમ છતાં જગતના તાત નેં ન્યાય આપવા તલોદ તાલુકામાં કોઈ સર્વે કરવામાં આવેલ નથી તો આવનારા દસ દિવસ સુધી માં જે તે ખેતર માં પાણી ના નિકાલ નહીં થતો હોય તેવા ખેડૂત ખાતેદારોને સંપૂર્ણ પણે પાક નિષ્ફળ જવાની નોબત આવી છે તેવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી છે
વધુ માં જણાવવામાં આવે છે કે તલોદ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારો ના ૭/૧૨ ના ઉતારા ની નકલ માં છેલ્લા પાંચ વર્ષથી પિયત માટે બોર કૂવો અને લાઈટ કનેકશન હોવા છતાં માહિતી આપવામાં આવતી નથી, પોતાના ખેતરમાં ફળ ઝાડ કે અન્ય કોઈ વિગત દર્શાવતું નથી તો આ બાબતે યોગ્ય ઘટતું કરીને ન્યાય આપવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!