AMRELIAMRELI CITY / TALUKO

અમરેલીના વિવિધ કેમ્પસઓ માંથી ABVP ના કાર્યકર્તાને ધમકાવી NSUI માં જોડાયા બાબત

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલીના વિવિધ કેમ્પસઓ માંથી ABVP ના કાર્યકર્તાને ધમકાવી NSUI માં જોડાયા બાબત

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ હરહંમેશ વિદ્યાર્થી હિત અને વિદ્યાર્થી વિકાસ કાર્યોને વાંચા આપતું સંગઠન રહ્યું છે તેનો ઉદ્દેશ હંમેશા વિદ્યાર્થી હિતના કેન્દ્રમાં રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન NSUI એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી પોતાના કામ કઢાવવા સિવાય બીજું કોઈ કાર્ય કરતું નથી તેના દાખલાઓ પણ સમાજમાં જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લામાંથી વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને ભોળવી, ધમકાવી અને લાલચો આપીને NSUI માં જોડાયા હતા જેની અમરેલી વિદ્યાર્થી જગતમાં ઘોર નિંદા પાત્ર ઘટના બની હતી.

અમરેલી શહેર અને જિલ્લામાં વિવિધ કોલેજો આવેલી છે જેમાં દરેક કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અભ્યાસ કરી રહ્યા છે સાથે જ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ સમાજ હિતના કાર્યો કરી રહ્યા છે જેનાથી NSUI ને સમાજલક્ષી કાર્યકર્તા હોવાથી પેટમાં તેલ રેડાયું હોય તેમ તારીખ 13 ના રોજ સાહિલ જોશી અને અનિલ જોશી એ વિવિધ કેમ્પસોમાં ફોન કરી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બોલાવી ભોળવી, ધમકાવી અને લાલચ આપી એક ABVP નો કાર્યક્રમ છે તેમાં તમારે આવવાનું છે તેમ કહી NSUI ના કાર્યક્રમમાં લઈ ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓને પરાણે NSUI ખેસ પહેરાવી દુર્ભાગ્યપૂર્ણ વર્તન વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે કરી પોતાના સંગઠનમાં જોડી દીધા હતા. જે ઘટના બનતા NSUI હાય હાય ના નારાઓ થી તેનો કાર્યક્રમ ગુંજી ઉઠ્યો હતો અને 100 થી વધુ કાર્યકર્તાઓ ને જોડ્યા નો દાવો કરવામાં આવે છે પણ ફોટા માં તેટલા કાર્યકર્તા પણ દેખાતા નથી છતાં પણ શરમને નૈવે મૂકી NSUI વિદ્યાર્થીઓનું શોષણ અને ધમકાવી પોતાના સંગઠનમાં છોડતા અમરેલી વિદ્યાર્થી જગતમાં ખૂબ જ નિંદનીય દુર્ભાગ્યપૂર્ણાક ઘટના બની હતી. આ ઘટના બાદ જે કાર્યકર્તાઓ ગયા હતા તે આજે પાછા ABVP માંજ છે તેમ કહી ગયેલા તમામ કાર્યકર્તાઓ ABVP કાર્યાલય પર આવી ગયા હતા. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને અમરેલીના દરેક કોલેજના કાર્યકર્તાઓ વખોડી કાઢે છે.

યોગેશ કાનાબાર
રાજુલા

Back to top button
error: Content is protected !!