રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરાના કુંદરોડી ગામે મંગળવારે મોમાઈ માતાજીની પેડી તથા હવન
મુંદરા, તા.27 : મુંદરા તાલુકાના કુંદરોડી ગામે તા.30/9/2025, આસો સુદ આઠમ અને મંગળવારના રોજ સમસ્ત ચોથાણી પરિવારના માતાજી મોમાઈ માં ધામ ખાતે હવન તથા પેડીનું આયોજન કરવામાં આવેલ છે.
સવારે 9 વાગે હવન બાદ બપોરે સમૂહ પ્રસાદ ભદ્રેશ્વરના પ્રતાપભાઈ ડુંગરશી ચોથાણી (રાધિકા જવેલર્સ, ગાંધીધામ) પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. તો દીકરી – જમાઈ સહિત સમસ્ત ચોથાણી (રાચ્છ) પરિવારના સભ્યોએ લાભ લેવા મોમાઈમાં ધામ કુંદરોડીના પ્રમુખશ્રી કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણીએ એક યાદીમાં જણાવ્યું છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com