GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKO

GANDHINAGAR :રમતગમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લીધી

GANDHINAGAR :રમતગમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લીધી

 

 

ડૉ. જયરામભાઈ ગામીતે રમતગમત રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા જ પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની કામગીરી અંગે વિગતો મેળવી હતી.

ડૉ.ગામીતે અધિકારી – કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રમતગમત વિભાગ દ્વારા કાર્યરત અનેક યોજનાઓની માહિતી ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોચે તે દિશામાં આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. રાજ્ય સરકાર આગામી સમયમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ રમતોનું આયોજન કરીને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે વધુ રોશન કરશે તેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન રમતગમત રાજ્યમંત્રી ડૉ.ગામીતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ – કર્મચારીઓના વહીવટી માળખા સહિત કામગીરી કામગીરીનો ખ્યાલ મેળવ્યો હતો. આ ઉપરાંત SAG દ્વારા ખેલાડીઓ માટે કાર્યરત સરકારી યોજનાઓ જેવી કે, ઇન્સ્કૂલ, DLSS- ડિસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, સેન્ટર ઓફ એક્સેલેન્સ, હાઈ પરફોમેન્સ સેન્ટર તેમજ શક્તિદૂત યોજનાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીને અધિકારીઓ દ્વારા ખેલો ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા સેન્ટર ઓફ એક્સેલેન્સ, રાજ્ય રમત એસોશીએશન, ગુજરાત સ્પોર્ટ્સ પોલીસી ૨૦૨૨-૨૭ વિશે માહિતીગાર કર્યા હતાં.

આ પ્રસંગે સ્પોર્ટ્સના ડાયરેક્ટર જનરલ શ્રી સંદિપ સાંગલે, સ્પોર્ટ્સના સચિવ શ્રી આઈ.આર.વાળા સહિત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!