MORBI:મોરબી જિલ્લામાં શિયાળુ પાક લેવા ના સમયે જો કેનાલ બંધ કરવા મા આવશે તો પંકજ રાણસરીયા ખેડૂતો ને સાથે રાખી કરશે આંદોલન

MORBI:મોરબી જિલ્લામાં શિયાળુ પાક લેવા ના સમયે જો કેનાલ બંધ કરવા મા આવશે તો પંકજ રાણસરીયા ખેડૂતો ને સાથે રાખી કરશે આંદોલન
ધ્રાંગધ્રા કે માળીયા બ્રાંચ કેનાલ રિપેરિંગ ના નામે બંધ થવાની છે એવી માહિતી મળેલ છે જો બંધ કરવા મા આવે તો તેની નીચે ના વિસ્તાર માં આવતા ગામડા ના ખેડૂતો ને પારાવાર નુકશાની થાય એમ છે ખેડૂતો ને હવે શિયાળુ પાક ના વાવેતર નો ટાઈમ થયો ત્યારેજ કેમ રિપેરિંગ યાદ આવ્યું ? અતિ વરસાદ ના કારણે ચોમાસું સિઝન માં તો ખેડૂતો ને નુકસાની છે પણ ખેડૂતો ને હવે શું શિયાળુ પાક પણ ગુમાવવો પડશે ? અત્યાર સુધી ભાજપ ના નેતા ઓ ના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે કેમ કે આટલા વર્ષો થી ખેડૂતો ની સમસ્યા આ નેતા ઓ ને દેખાતી નથી.જો કેનાલ બંધ થશે તો ખેડૂતો ને સાથે રાખી ને પંકજ રાણસરીયા ની સાથે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે









