
વિજાપુરના ખણુસા રાજનગર ના 80 યુવકોએ કચ્છ સ્થિત માતા આશાપુરાના દર્શનાર્થે સાયકલ યાત્રા યોજી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ધાર્મિક આસ્થા અને યુવા ઉત્સાહના અનોખા સંગમ સાથે વિજાપુર તાલુકાના ખણુસા ગામના રાજનગર ના આશાપૂરા યુવક મંડળ ના યુવકોએ એક જૂથમાં કચ્છમાં બિરાજમાન કુળદેવી માતા આશાપુરાના દર્શન માટે 80 જેટલા સાયકલ સાયકલ સવારોએ સાયકલ સવારી સાથે યાત્રાનું આયોજન કર્યું હતું.
કચ્છ માં આવેલ માતા આશાપુરાના મઢ તરફ પ્રયાણ કરતી આ યાત્રાને ખણુસા ડેલીગેટ મનુજી ચાવડા પૂર્વ જીલ્લા સદસ્ય કનક સિંહ વિહોલ પિલવાઇ સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ અને રાજનગરના અગ્રણીઓએ લીલી ઝંડી આપી હતી અને યુવકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ધર્મયાત્રાએ પરંપરાગત યાત્રાઓમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે, કારણ કે કચ્છ સ્થિત માતાના મંદિરે અન્ય સ્થળોએથી પદયાત્રાઓ કે અન્ય સાયકલ યાત્રાઓ આવતી હોય છે.પરંતુ તાલુકાના એક નાના ગામ માંથી આ પ્રથમ વખત સાયકલ દ્વારા યાત્રાનું પ્રસ્થાન થયું છે.યુવાનોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવવા માટે માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પિલવાઇ ગામે પહોંચતા જ સ્થાનિક અગ્રણી કનક સિંહ વિહોલ સરપંચ મહેન્દ્ર સિંહ વિહોલ દ્વારા સાયકલ યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે યાત્રીઓના મનોબળમાં વધારો કર્યો હતો.રાજનગર ના આ યુવાનોએ સાયકલ યાત્રા દ્વારા માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પણ યુવાનોમાં શારીરિક સજ્જતા અને સાહસિકતાનો સંદેશ પણ પહોંચાડ્યો છે. આ સાયકલ યાત્રા હવે માતા આશાપુરાના આશીર્વાદ લેવા માટે કચ્છ તરફ આગળ વધી રહી છે.




