GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવાયા

તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારતભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ૩૧મી ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા શપથ’ લેવામાં આવ્યા હતા વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિ વંદના કરવાનો છે આ નિમિત્તે, તેમણે અખંડ ભારતનું નિર્માણ કરવા માટે કરેલા ભગીરથ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક અને નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાના નિર્દેશ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અખંડિતતાનું રક્ષણ કરવા, તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા આ શપથ સમારોહનો ઉદ્દેશ સરકારી કચેરીઓના કર્મચારીઓમાં રાષ્ટ્ર ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના અનેક રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ફરજ નિભાવ્યા બાદ, વર્ષ-૧૯૪૭ માં દેશ આઝાદ થયો હૈદરાબાદ, જૂનાગઢ સહિતના ૫૬૨ જેટલા રજવાડાંઓને ભારતસંઘમાં જોડવામાં સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી અને ક્ષમતાઓ આજે પણ દરેક દેશવાસીને ગૌરવ અપાવે છે તેમના આ અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે જ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ મનાવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!