શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પ્રસુતિ ગૃહ ખાતે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ,સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧૧.૨૦૨૫
શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ તેમજ લાયન્સ ક્લબ ઓફ હાલોલ ધ્વારા કે.એસ. શેઠ સાર્વજનિક પ્રસુતિ ગૃહ ખાતે આજે ફ્રી મેગા મેડિકલ ચેકઅપ અને સારવાર કેમ્પ તથા રક્તદાન કેમ્પ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખ,ટ્રસ્ટી ગન તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ તેમજ સભ્ય ની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કાન-નાક-ગળા, દાંત, ફિઝિયોથેરાપી, બાળરોગ અને સ્ત્રીરોગ જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડૉક્ટરોએ દર્દીઓની તપાસ કરી અને જરૂરી સારવાર પૂરી પાડી હતી.જેમા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર ખાતે રાખાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ જરૂરિયાતમંદો માટે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. તદુપરાંત, કેમ્પમાં વિનામૂલ્યે સોનોગ્રાફી તપાસ અને સસ્તાદરે લેબોરેટરી રિપોર્ટ કરવાની સુવિધા આપવામાં આવી હતી.આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ હાલોલ દ્વારા પ્રસુતિ ગૃહ ખાતે આવતા દર્દીઓ માટે ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.વોટર કુલર પણ આજે લોકાર્પિત કરવામાં આવ્યુ હતું, જ્યાં લાયન્સ ક્લબના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









