GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ વિતરણ કરીને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

MORBI:મોરબી નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ વિતરણ કરીને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય બાળ દિવસની અનોખી ઉજવણી કરવા અર્થે નિર્શિવ ફાઉન્ડેશનના ટીમના સદસ્ય શ્રી માધવીબેન મયુરભાઈ કૈલા ના પુત્ર સ્વરના પ્રથમ જન્મદિવસ નિમિત્તે લાતી પ્લોટ માં આવેલ શ્રી જય હરિ સ્કૂલના બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. બાળકોએ બાળ દિન નિમિત્તે નાસ્તો તથા કપડાની ભેટ લઈ આનંદ અનુભવ્યો હતો. આ તકે નિર્શિવ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી રોહનભાઈ રાંકજા તથા ટીમ મેમ્બર્સ આરતી રોહન ,ભૂમિબેન હિતેશભાઈ દેત્રોજા , ઉર્વીબેન મનોજભાઈ ઉઘરેજા એ પણ હાજરી આપી સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી








