પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી પંચમહાલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન કાર્યરત છે.
જે અંતર્ગત પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેજા હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ની ટીમ દ્વારા જિલ્લાના અગત્યના વિવિધ માર્ગો પૈકી મોરવા-ભૂરખલ રોડ, ભાટના મુવાડા એપ્રોચ રોડ, ખજૂરી–ભૂરખલ રોડ અને ખજૂરી એપ્રોચ રોડ પર રોડ રિસર્ફેસિંગ ની કામગીરી કરવામાં આવી છે. જેનો લાભ શહેરા, કાંકરી, અણિયાદ, છાણીપ, ચારણગઢ, રેણા, મોરવા(રેણા), ભૂરખલ, ભાટના મુવાડા, ખજૂરી, ગોકળપૂરા અને ઉજડા ગામને મળશે.
ઉલ્લેખનીય છે કે પંચમહાલના જિલ્લા કલેક્ટર





