ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી – પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મ દિવસની યાદમાં ઉજવાય છે આ ખાસ દિવસ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી – પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મ દિવસની યાદમાં ઉજવાય છે આ ખાસ દિવસ

ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરે બાળ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ છે. બાળકો પ્રત્યેના તેમના અપાર પ્રેમ અને સમર્પણને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસને સમર્પિત થયો. બાળકો દ્વારા પ્રેમથી “ચાચા નેહરુ” તરીકે ઓળખાતા નહેરુ, બાળકોને રાષ્ટ્રનું ભવિષ્ય માનતા હતા.

 

14 નવેમ્બર એટલે બાળ દિવસ જેમાં આંગણવાડી કેન્દ્રોમાં ખાસ બાળ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. જિલ્લામાં 14 નવેમ્બર ના રોજ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .અરવલ્લી જિલ્લામાં આવેલી વિવિધ તાલુકાની આંગણવાડી કેન્દ્રો માં અલગ અલગ રીતે બાળકો તેમજ વાલીઓ સાથે મળી આંગણવાડી કેન્દ્રો ની કાર્યકર બહેનો, તેડાગર બહેનો, મુખ્ય સેવિકા બહેનો સહિત પાપા પગલી પોરેજક્ટ અંતર્ગત PSE ધ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ તાલુકાની આંગણવાડી કેન્દ્રો માં અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે રંગોળી કામ, પૂર્વ પ્રાથમિક ની કીટ પ્રદર્શન સહિત બાળકોના જન્મદિવસની ઉજવણી, વૃક્ષારોપણ ,વાલી મુલાકાત ધાર્મિક સ્થળની મુલાકાત જેવી વિવિધ પ્રવૃતિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.બાળ દિવસની ઉજવણીમાં જિલ્લામાં આવેલ આંગવાડી કેન્દ્રો પર બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો સાથે કેટલાક કેન્દ્રો પર નર્સિંગ કોલેજના વિધાર્થીઓ એ પણ સાથે મળીને ઉજવણી કરી હતી અને બાળકો ને છાપકામ કરાવી બાળકોને બિસ્કીટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આમ આજના આ ખાસ દિવસ એટલે કે બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બાળ દિવસની ઉજવણી ના ભાગ રૂપે બાળકોના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!