
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ લડત શરૂ કરી છે. ડાંગ જિલ્લાના શિક્ષકો સહિત 2000 જેટલા શિક્ષકોએ દિલ્હી કૂચ કરી છે.વર્ષ 2004 પછીના શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (OPS) અને શિક્ષક પાત્રતા કસોટી (TET) માંથી મુક્તિ ની માંગણી સાથે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રીય સ્તરે લડત શરૂ કરવામાં આવી છે.ગુજરાતના આશરે 2000 જેટલા શિક્ષક ભાઈ-બહેનોએ દિલ્હીના જંતર-મંતર ખાતે તા. 24 નવેમ્બર, 2025ના રોજ એક દિવસીય ધરણા કાર્યક્રમમાં હાજરી આપી હતી.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા,મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલ તથા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેન્દ્રભાઈ ગાવિત, મહામંત્રી ચિંતનકુમાર પટેલ, આંતરિક ઓડિટર વિજયભાઈ પટેલ,આંતરિક ઓડિટર વિજયભાઈ પડેર(ગુ.રા.પ્રા.શિ.સંઘ),ડાંગના તાલુકા સંઘના હોદ્દેદારો તથા શિક્ષકો હાજર રહી સૂત્રોચ્ચાર દ્વારા માંગણી ઉચ્ચારી હતી.શિક્ષક સંઘની માંગણી છે કે વર્ષ 2004 પછીના શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવે અને શિક્ષક પાત્રતા કસોટી (TET) અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા તેમજ NCTE ના જાહેરનામા મુજબ, વર્ષ 2010 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે.તે માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા અન્ય રાજ્ય શિક્ષક સંગઠનો સાથે મળીને આ રાષ્ટ્રીય સ્તરની લડત ચલાવી રહ્યું છે.આ રાષ્ટ્રીય લડતમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પણ સક્રિય ભાગ લીધો હતો. ડાંગ જિલ્લો નાનો અને અંતરિયાળ વિસ્તારોમાં હોવા છતાં જિલ્લા સંઘના આહવાનને ને માન આપીને મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા માટે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા.આ ધરણાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ચિંતનકુમાર એન પટેલે અન્ય હોદ્દેદારો સાથે મળી ખૂબ જ જહેમત ઉઠાવી હતી. વધુમાં મહામંત્રી ચિંતન પટેલે જણાવ્યું કે જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે અનેક કાર્યક્રમો સાથે ઉગ્ર લડત આપતા રહીશું અને અમારો અધિકાર લઈને જ જંપીશુ..





