GUJARATMAHISAGARSANTRAMPUR

*AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે વિશાળ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી*

  1. *બ્રેકિંગ* રિપોર્ટર… અમીન કોઠારી  મહીસાગર

*AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે વિશાળ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી*

 

*ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ ગુજરાત જોડો સભામાં આપી હાજરી*

*AAP દ્વારા આયોજિત સભામાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોએ હાજરી આપી*

*ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના ઈમાનદાર લોકો AAPમાં જોડાયા*

*ધારાસભ્ય ચૈતર વસાવાએ સમગ્ર દેશ અને રાજ્યને બંધારણ દિવસ અને AAPના સ્થાપના દિવસની શુભકામના પાઠવી*

*ધારાસભ્ય ચૈતર વસાવાએ 26/11ના હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી*

*મહીસાગર જીલ્લો નળ સે જલ યોજના કૌભાંડ અને મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બની ગયો છે: ચૈતર વસાવા*

*સંતરામપુર નગરપાલિકા દ્વારા ગટરના કે રોડ રસ્તા કામ કરવામાં આવતા નથી: ચૈતર વસાવા*

*આદિવાસી સમાજના લોકોનું મંત્રીમંડળમાં કંઈ ચાલતું નથી, કુબેરભાઈ ઢીંઢોરના કાર્યકાળ દરમિયાન શિક્ષકોની ભરતી પણ થઈ નથી અને શાળાઓના ઓરડા પણ બન્યા નથી: ચૈતર વસાવા*

*મારા પર ખૂબ દબાણ બનાવવામાં આવ્યું અને જેલની ધમકી પણ આપવામાં આવી પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે ભાજપમાં જોડાઈશ નહીં: ચૈતર વસાવા*

*મનસુખભાઈ વસાવા 35 વર્ષથી સાંસદ છે છતાં પણ પોતાના ગામમાં રસ્તા નથી બનાવી શક્યા: ચૈતર વસાવા*

*બંધારણમાં એસસી, એસટી, ઓબીસી અને માઈનોરીટી માટે જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એનું અમલવારી થતી નથી: ચૈતર વસાવા*

*કેટલાક નેતાઓ પોલીસનો ઉપયોગ પોતાના પાર્ટીના કામ માટે કરે છે: ચૈતર વસાવા*

*અમારા જેવા ધારાસભ્યોને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવે છે: ચૈતર વસાવા*

*અનુસૂચિ પાંચની અમલવારી નથી થઈ, પેસા એક્ટનું કોઈ પાલન નથી કરતું: ચૈતર વસાવા*

*73AA જમીનો બારોબાર આપી દેવામાં આવે છે: ચૈતર વસાવા*

*આદિવાસી વિસ્તારોમાં જે ડેમો બન્યા છે, એ જગ્યાના વિસ્થાપિતોને આજે પણ વળતર, જમીન કે નોકરી મળી નથી: ચૈતર વસાવા*

*આદિવાસી સમાજના તમામ મુદ્દાઓને લઈને AAP સડકથી લઈને સંસદ સુધી અવાજ ઉઠાવશે: ચૈતર વસાવા*

*આદિવાસી લોકોના હિત માટે AAP તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની તમામ સીટો પર ચૂંટણી લડશે: ચૈતર વસાવા*

*થોડા વર્ષો પહેલા કોઈ ડ્રગ્સનું નામ જાણતું પણ નહોતું અને ત્યારે આખા ગુજરાતમાં ડ્રગ્સ મળી રહ્યું છે: ચૈતર વસાવા*

*ઠેર ઠેર ડ્રગ્સ મળી રહ્યું છે તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી? આની પાછળ કોનો હાથ છે?: ચૈતર વસાવા*

 

Back to top button
error: Content is protected !!