અંબુજા સિમેન્ટ (અદાણી ગ્રુપ) દ્વારા થરાદ પંથકમાં ભવ્ય ટેક્નિકલ સેમિનારનું આયોજન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
અંબુજા સિમેન્ટ (અદાણી ગ્રુપ) દ્વારા થરાદ, વાવ અને ધાનેરા તાલુકાના કોન્ટ્રાક્ટર મિત્રો માટે ભવ્ય કોન્ટ્રાક્ટર મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં 200થી વધુ કોન્ટ્રાક્ટરો તેમજ લગભગ 15થી વધુ ડીલર મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
અદાણી સિમેન્ટ ગ્રુપના રિજનલ ટેક્નિકલ હેડ શ્રી નિસર્ગભાઈ પરીખ સાહેબે કોન્ટ્રાક્ટરોને સિમેન્ટની ગુણવત્તા, કન્સ્ટ્રક્શન ટેક્નિક્સ તથા નવીન ટેક્નોલોજી વિશે માર્ગદર્શન આપ્યું હતું. ટેક્નિકલ સેશન દરમિયાન ભાગ લેનારાઓએ સક્રિય ચર્ચા કરીને વિવિધ માહિતી મેળવી હતી.
આ ટેક્નિકલ સેમિનારનું સફળ આયોજન સિનિયર ટેક્નિકલ ઓફિસર વિશાલભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ દરમિયાન કોન્ટ્રાક્ટર મિત્રો માટે ખાસ ઈન્ટરએક્ટિવ સેશન, માહિતીપૂર્ણ પ્રેઝન્ટેશન અને નેટવર્કિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદાણી સિમેન્ટ દ્વારા આવતા દિવસોમાં વધુ ટેક્નિકલ અવેરનેસ પ્રોગ્રામ યોજવાની માહિતી પણ આપવામાં આવી હતી.




