GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:”જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ”1 ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાશે..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ ભારતીય જ્ઞાન પરંપરા અને “શ્રીમદ ભગવત ગીતા” ના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત થઈ રહી છે આ જ પ્રયાસો અંતર્ગત તા. 01/12/2025 ના સોમવારના રોજ 10:30 કલાકે ગીતા જયંતીના પાવન અવસર પર નવસારીની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનો નવસારી જિલ્લા પ્રશાસન અને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીતાંશકંઠપાઠ યોજના અને શતસુભાષિત કંઠપાઠ યોજનાના પ્રતિભાગીઓના સન્માન સમારંભ અને સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સભ્ય અશોકકુમાર જોશી ઉપસ્થિત થનાર છે.એસ.બી.ગાર્ડા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,નવસારીના પ્રધ્યાપિકા દ્વારા શ્રીમદ ભગવત ગીતા અને માનવ જીવન વિષયક વક્તવ્ય આપનાર છે.આ સાથે કાર્યક્રમમાં શંખનાદ ગીતા પૂજન વૈદિક મંત્રોચ્ચાર અને શ્લોક પઠન સાથે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની કાર્યક્રમના મુખ્ય આકર્ષણો રહેશે.

Back to top button
error: Content is protected !!