MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર ઇનોવા કાર ચાલકે બાઈકને હડફેટ લેતા આઘેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

 

 

MORBI:મોરબીના પંચાસર રોડ ઉપર ઇનોવા કાર ચાલકે બાઈકને હડફેટ લેતા આઘેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું

 

મોરબીના પંચાસર રોડપર સતવારા સમાજની વાડી સામે રોડ ઉપર ઇનોવા કારના ચાલકે આગળ જતાં મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં મોટર સાયકલ આઘેડને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોચતા, તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મૃતક શિવાભાઈને સંતાનમાં 3 દીકરીઓ અને એક દીકરો છે. એક દીકરીના તા.5ના રોજ લગ્ન છે. જેની કંકોત્રીનું પણ વિતરણ થઈ ગયું છે. તેવામાં શિવાભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મળતી વિગતો મુજબ, શીવનગર પંચાસર ગામે રહેતા શિવાભાઈ કાનાણી ગઈકાલે સાંજે પંચાસર રોડ ઉપર પોતાની પાનની દુકાનેથી પોતાના ઘરે સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૪૮૩૪ લઈને પંચાસર ગામ જતા હોય તે દરમિયાન પંચાસર રોડ સતવારા સમાજની વાડી નિશા પ્રોવિઝન સ્ટોરની સામે રોડ ઉપર પહોંચ્યા ત્યારે પાછળથી આવતી ઇનોવા કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૧૨૫૨ ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી આવી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલક શિવાભાઈ કાનાણીને પગમાં શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મૃતકના દીકરા ધવલભાઈ શિવાભાઈ કાનાણી સ્થળ ઉપર પહોંચી તેમના પિતાજીના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, હાલ મૃતકના દીકરા ધવલભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી..

Back to top button
error: Content is protected !!