BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ SOGએ ઉમલ્લામાંથી ગાંજા સાથે એક ઝડપ્યો:3.749 કિલો ગાંજો અને ₹1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ SOG ટીમે ઉમલ્લા વિસ્તારમાં દરોડો પાડી 3.749 કિલોગ્રામ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં આશરે ₹1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં “નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન” અંતર્ગત નશાના કારોબારને અટકાવવા માટે SOG દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG પીઆઈ એ.વી. પાણમીયા અને એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ ટીમો સક્રિય હતી.
SOG ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહને મળેલી બાતમીના આધારે ઉમલ્લા વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન મનિષ ઉર્ફે કાળીયો ગોવિંદભાઈ કચરાભાઈ ઠાકોર તેના રહેણાંક મકાનના વાડામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરતો ઝડપાયો હતો. ટીમે સ્થળ પરથી કુલ 3.749 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,87,450 છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(c) અને 20(b)(ii)(B) મુજબ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!