કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો સાતમો નવચંડી યજ્ઞ યોજાયો..
કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો સાતમો નવચંડી યજ્ઞ યોજાયો..

કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો સાતમો નવચંડી યજ્ઞ યોજાયો..
હારીજ તાલુકાના કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી અંબાજી માતાજીનો સાતમો નવચંડીયજ્ઞ તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અમિતકુમાર દવે ગુજરવાડા વાળાના મુખારવિંદે હંસાબેન વાસુભાઈ સાંકરા,વર્ષાબેન રાજેન્દ્રભાઈ સાંકરા,સોનાલીબેન કૌશિકભાઈ સાંકરા,પાયલબેન હસુભાઈ મુબારકપુરા,ઉમિયાબેન દિનેશભાઈ સાંકરા,રંજનબેન રાકેશભાઈ સાંકરા,નીતાબેન ભરતભાઈ સરકારપુરાના યજમાન પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ,વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ,શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પૂર્વપ્રમુખ પિનાકીનભાઈ,મંત્રી પરેશભાઈ પ્રજાપતિ (એડવોકેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ મહેસાણા), ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારાપુર, શાંતિલાલ ઓઝા, શ્રી વઢિયારી પ્રજાપતિ કૃષ્ણ ભજન મંડળ મહેસાણાના ભગવતીબેન ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પાવન અવસરે માતાજીની આરતીના યજમાન ચંચીબેન ઈશ્વરભાઈ સાંકરા, થાળના યજમાન સ્વ. ગોદાવરીબેન જયંતીભાઈ પરિવાર સાંકરા, માતાજીના ધજા ના યજમાન સ્વ.કમુબેન શંકરભાઈ પરિવાર, ફુલહારના આજીવનદાતા યશ વાસુભાઈ સાંકરા,વાઘાના દાતા વિમલભાઈ તથા ભાવેશભાઈ સાંકરા,મંડપ સ્વ.રંજનબેન શાંતિલાલ પરિવાર પાટણ તથા નર્મદાબેન કેશવલાલ થરા,મિનરલ પાણી વસંતભાઈ ભીખાભાઈ કાતરા,સાઉન્ડના દાતા નીતાબેન સંજયભાઈ સરેલ,ચા-કોફીના દાતા રતનબેન અંબારામભાઈ સરેલ, છાશના દાતા શિવરામભાઈ અંબારામભાઈ સરેલ,ભોજન પ્રસાદના મુખ્ય દાતા હસુમતીબેન મનસુખભાઈ મુબારકપુરા, સહિયોગી દાતા સવિતાબેન ત્રિભોવનભાઈ સરકારપુરા, ભગવતીબેન પરાગભાઈ મુબારકપુરા હાલ અમદાવાદ, ગૌરીબેન ભલાભાઈ સાંકરા, રમીલાબેન જગામલભાઈ દુનાવાડા,આમત્રંણ પત્રિકાના દાતા સ્વ.ભગવતીબેન રતિલાલ ઓઝા પરિવાર રાધનપુર સહિત પ્રજાપતિ સમાજના નાના મોટા સૌ દાતાઓએ યથાશક્તિ યોગદાન આપી સહભાગી બનેલ. બપોરે ભોજન પ્રસાદ લઈ સાંજે નાળિયેર હોમી માતાજીનાપૂજારી ગોવિંદગીરી સ્વામી કાતરાનાવરદ હસ્તે આરતી ઉતારી સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ મુબારકપુરા, ઉપ પ્રમુખ વાસુભાઈ સાંકરા,મંત્રી કિરીટભાઈ થરા,સહમંત્રી વાસુભાઈ કાતરા, ખજાનચી ભરતભાઈ સરેલ/પાટણ તથા કારોબારી સભ્યો તેમજ સાંકરા, સરેલ, મુબારકપુરા,રાધનપુર,સરકારપુરા વેડ,દેલાણા,કાતરા,દુનાવાડા સહીત દરેક ગામના કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજે સહયોગ આપ્યો હતો.કાર્યક્રમનું સંચાલન પ્રજાપતિ જગદીશભાઈ કાંતિભાઈ વેડવાળાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦







