JODIYA:જોડિયાધામની ” રામવાડી ” માં બ્રહ્મલીન મહંતશ્રી ભોલેદાસજીબાપુની સાતમી પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી

JODIYA:જોડિયાધામની ” રામવાડી ” માં બ્રહ્મલીન મહંતશ્રી ભોલેદાસજીબાપુની સાતમી પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી
જોડિયાધામની ” રામવાડી ” માં બ્રહ્મલીન મહંતશ્રી ભોલેદાસજીબાપુની સાતમી પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી ( હેડીગ ) જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ” ખાતે રામવાડી ભક્ત સમુદાય દ્વારા રામવાડી આશ્રમના બ્રહ્મલીન મહંત પ પૂજ્ય સંતશ્રી ભોલેદાસજીબાપુની સાતમી પુણ્યતિથિ તારીખ : ૪ / ૧૨ / ૨૫ ને ગુરૂવારને માગસુર સુદ પૂનમના રોજ ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતી સાતમી પુણ્યતિથિના સવારે ૫ : ૦૦ વાગ્યે આરતી ત્યારબાદ સૌ ભાવિક ભક્તજનો દ્વારા પૂજ્ય ભોલેદાસજીબાપુની સમાધી અને ધુણા ખાતે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવેલ તેમજ સવારે ૮ થી ૧૨ દરમ્યાન બાળકોનુ બટુકભોજન યોજાયેલ જે બટુકભોજનમા જોડિયા આજુબાજુની સ્કૂલના બાળકો આવેલ હતા ૧૨૦૦ બાળકોએ મહાપ્રસાદ લીધેલ હતો ત્યારબાદ બપોરે ૧૨ : ૦૦ કલાકે પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમા આવેલ બ્રહ્મલીન મહંત સંતશ્રી ભોલેદાસજીબાપુની સમાધી તેમજ પૂજ્ય બાપુના અલખ ધુણા ખાતે ઢોલ નગારા અને ઝાલરો સાથે રામવાડીના ભક્તજનશ્રી શનિભાઈ વડેરાએ મહાઆરતી ઉતારેલ હતી આરતી બાદ રામવાડીના સૌ ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદ લીધેલ હતો રામવાડી જોડિયા ભક્ત સમુદાય દ્વારા સાતમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવેલ હતી,








