GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ

 

MORBI:જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ

 

જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં ગ્રામ્ય પાણી પૂરવઠા યોજના, પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના,પાણી ગુણવત્તા ચકાસણી અને ટેસ્ટીંગની કામગીરી, ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રી સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ કલેકટરશ્રીએ જિલ્લામાં જર્જરીત પાણીના ટાંકાનો સર્વે કરી તેમાંથી હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા જર્જરીત ટાંકી અને રીનોવેશન થઇ શકે તેવી ટાંકીની વિગતો તૈયાર કરી આ કામગીરી ઝડપથી કરવાની તથા પાણી પુરવઠા લગત ફરિયાદો અને નિવારણની સુચના કલેકટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓને અપાઇ હતી.

આ તકે મોરબી તાલુકાના કેશવનગરના સંપથી કુવા સુધીની પાઇપલાઇન નાખવાની કામગીરીના તથા હળવદ તાલુકાના શિવપુર ગામમાં પાણી પુરવઠાના કામગીરીના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાત મોરબી તાલુકાના બંધુનગર ગામમાં ગ્રામ્ય પાણી વિતરણ યોજના અન્વયે ૫૦ હજાર લિટર ઉંચી ટાંકી કનેકટીંગ પાઇપલાઇન અને પંપિંગ મશીનરીને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેશ ભટ્ટ, કાર્યપાલક ઇજનેરશ્રી મહેશકુમાર દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. વી. શ્રી વાસ્તવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!