MORBI:મોરબી શહેરમાં નિરાધાર વૃદ્ધ સહાય મેળવતા લાભાર્થીઓને હૈયાતીની ખરાઈ કરી જવા અંગે શહેર મામલતદારની અપીલ!

MORBI:મોરબી શહેરમાં નિરાધાર વૃદ્ધ સહાય મેળવતા લાભાર્થીઓને હૈયાતીની ખરાઈ કરી જવા અંગે શહેર મામલતદારની અપીલ!
(રીપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી)
મોરબી શહેરમાં નિરાધાર વૃદ્ધા યોજના અંતર્ગત સહાય મેળવતા લાભાર્થીઓની દર વર્ષે ડિસેમ્બર માસમાં હૈયાતીની કરાઈ કરવાની રહેતી હોવાથી નિરાધાર વૃદ્ધ થાય મેળવતા મોરબી વિસ્તારના તમામ લાભાર્થીઓને તારીખ ૩૦-૧૨-૨૦૨૫ સુધીમાં રૂમ નંબર-૫ સહાય શાખા મામલતદાર કચેરી મોરબી શહેર એનસીસી કમ્પાઉન્ડ, જૂની એસપી કચેરી, વેજીટેબલ રોડ મોરબી ખાતે વૃદ્ધ સહાયનાં હુકમની નકલ, આધાર કાર્ડ ની નકલ તથા બેન્ક પાસબુક ની નકલ સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂ આવવા શહેર મામલતદાર કચેરીની યાદીમાં જણાવ્યું છે. શનિવારે બંધ થતી ઓફિસ સમયે મળેલા રીપોર્ટ મુજબ અત્યાર સુધીમાં મોરબી શહેરમાં કુલ લાભાર્થીઓ ૩૩૦૭ છે. તેમાંથી ૨૧૩૩ ખરાઇ કરાવી ગયા છે ત્યારે બાકી રહેતા તમામ લાભાર્થીઓને તારીખ ૩૦-૧૨-૨૦૨૫ સુધીમાં ખરાઇ કરાવી જવાનું કહેવામાં આવ્યું છે.







