આણંદ મોટી શાકમાર્કેટમાં નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા તોડવામાં આવ્યા

આણંદ મોટી શાકમાર્કેટમાં નડતરરૂપ ગેરકાયદેસર ઓટલા તોડવામાં આવ્યા

તાહિર મેમણ – આણંદ – 22/12/2025 – આણંદ મોટી શાક માર્કેટમાં વધારાનું બાંધકામ દુરકરવાની કામગીરી કરવામાં આવી સાથે સાથે આણંદ શાકમાર્કેટમાં પાછળ ભાગે ખુલ્લી જગ્યા પાર્કીંગની વ્યવસ્થા કરવા તેમજ માર્કેટમાં પ્રવેશના માર્ગ પર ગેરકાયદે બાંધેલા ઓટલા દૂર કરવા તાકીદ કરી હતી. જેથી એપીએમસીએ રવિવારના રોજ 20થી વધુ ઓટલા પર જેસીબી ફેરવીને તોડીને માર્ગ ખુલ્લો કર્યો છે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલા મોટી શાકમાર્કેટ આવેલી છે. આણંદ મોટી શાક માર્કેટમાં વધારાનું બાંધકામ દુરકરવાની કામગીરી જિલ્લા રજીસ્ટર અને બજાર સમિતિના વહીવટદારે કામગીરીને લઈને આપી પ્રતિક્રિયા આણંદ શહેરના અમૂલ ડેરી રોડ પર આવેલી શાકમાર્કેટની બહાર ઉભી રહેતી લારીઓ દૂર કરીને મનાપે માર્ગ પહોળો કર્યો હતો.
દૈનિક 7 હજારથી વધુ લોકો ખરીદી માટે આવે છે. તેમજ દરરોજ 200 વધુ ટેમ્પા આવે છે. શાકમાર્કેટની બહાર આડેધડ પાર્કિંગ કરતાં હતા.તે મનપાએ પાર્કિંગ દૂર કરીને મોટી શાકમાર્કેટ પ્રવેશના માર્ગ સાંકડો બની ગયો હતો. કારણ કે માર્ગની બંને બાજુઓ ગેરકાયદે ઓટલા બનાવીને ભાડે આપી દીધા હતા.
જેને ધ્યાને લઇને આણંદ કરમસદ મનપા દ્વારા એપીએમસીને તાત્કાલિક ગેરકાયદે ઓટલા દૂર કરીને માર્ગ પહોળો કરવાની સુચના આપી હતી. જેના ભાગરૂપે એપીએમસી દ્વારા રવિવારના રોજ ગેરકાયદે 20 જેટલા ઓટલા જેસીબી મશીન તોડી પાડીને દૂર કરીને પ્રવેશવાનો માર્ગ પહોળો કરવામાં આવ્યો છે. જેથી હવે શાકભાજી ખરીદવા આવતાં ગ્રાહકોને કોઇ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તેમજ સરળતાથી વાહનો પસાર થઇ શકશે




