રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને સંશોધન મંડળ પાલનપુરના માનદ મંત્રી શ્રીમતી પૂર્ણિમાબેન મહેતાનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું

24 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર મા તારીખ 24 /12/ 2025 ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને સંશોધન મંડળ પાલનપુરના માનદ મંત્રી શ્રીમતી પૂર્ણિમાબેન મહેતાનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું. તેમણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પણ જાગૃત થાય તે અંગે માહિતી સભર વ્યાખ્યાન આપ્યુ. તેમની સાથે આવેલા જિલ્લાના અધિકારી શ્રી જે. આર.નાયક, શ્રી હસમુખભાઇ તેમજ ગ્રાહક સુરક્ષા ના સક્રિય સભ્યશ્રી એચ. એ.મીરે વિદ્યાર્થીઓને ગ્રાહકોએ વસ્તુની ખરીદી સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું . આ કાર્યક્રમમાં કોલેજના પ્રિ.ડો. રાધાબેન પટેલ, ડો. ભારતીબેન રાવત, ડૉ. વિજયભાઈ પ્રજાપતિ, ડૉ. મનાલીબેન ગઢવીએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ નું આયોજન ડૉ. દિપક પટેલે કર્યું હતું.




