
તા.૨૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઇન્દોર અમદાવાદ હાઇવે નજીક આવેલ આદિવાસી મ્યુઝિયમ આગળ રળીયાતી જતા યુ ટર્ન પર અકસ્માત સર્જાયો
આજરોજ તા.૨૬.૧૨.૨૦૨૫ ના સાંજના સમયે મધ્ય પ્રદેશના જોબટ થી ઇન્દોર અમદાવાદ હાઇવેથી ઇનોવા ફોર વ્હિલ ગાડી લઈ દાહોદ આવી રહ્યા હતા તે દરમિયાન ઇનોવા ફોર વ્હિલ ગાડીના ચાલકે આદિવાસી મ્યુઝિયમ ની સામે રળીયાતી જતા રસ્તા પર ઇનોવા ફોર વ્હિલ ગાડી ધીમી કરી વળી રહ્યા હતા તે દરમિયાન ઇન્દોર અમદાવાદ હાઇવે થી પૂરપાટ દોડી આવતી પીકઅપ ફોર વ્હિલ ગાડીના ચાલકે યુ ટર્ન લઈ રહેલ ઇનોવાં ફોર વ્હિલને પાછળથી જોસ ભેર રીતે ટક્કર મારતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત કરી પીકઅપ ગાડીનો ચાલક પીકઅપ ગાડી લઈ સ્થળ પરથી તરતજ ફરાર થયો હતો.અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડ આવ્યા અને ઇનોવા ફોર વ્હિલ ગાડીમાં સવાર એક મહિલા સહિત ત્રણ લોકોનું આબાદ બચાવ થયો હતો.અકસ્માતનું મુખ્ય કારણ સ્થાનિય લોકોએ યુ ટર્ન પર લાઈટ ન હોવાનું જણાવ્યું જેના કારણે આ સ્થળ પર અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે.જો રળીયાતી જતા યુ ટર્ન પર લાઈટ લગાડી દેવામાં આવેતો અવાર નવાર થયા અકસ્માતોની ઘટનાઓ ઓછી થાય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે





