GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના જુદા-જુદા ૫(પાંચ) કામો પૂર્ણ

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના જુદા-જુદા ૫(પાંચ) કામો પૂર્ણ

 

આથી મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવે છે કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યશ્રી ની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા ૧૦(દસ) કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ જે પૈકી ૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં સી.સી.રોડનું કામ, ૨) રૂ.૫.૦૭ લાખના ખર્ચે વી.સી.પરા વિસ્તાર (સ્મશાન રોડ થી કાનાભુવા વાડી સુધી વોર્ડ નં.-૨)માં સી.સી.રોડનું કામ, ૩) રૂ.૫.૦૪ લાખના ખર્ચે કમલાપાર્ક શેરી નં.-૨ (વોર્ડ નં.-૪)માં સી.સી.રોડનું કામ. ૪) રૂ.૫.૦૩ લાખના ખર્ચે નાસ્તા ગલી વિસ્તાર (નગર દરવાજા વોર્ડ નં.-૫)માં સી.સી.રોડનું કામ, ૫) રૂ.૫.૭૦ લાખના ખર્ચે મહેન્દ્રપરા વિસ્તાર(ઘાંચી શેરી વોર્ડ નં.-૬)માં સી.સી.રોડનું કામ આમ કુલ ૫ કામો પૂર્ણ કરવામાં આવેલ છે તેવી સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા તેની અખબાર યાદીમાં જણાવેલ છે.

Back to top button
error: Content is protected !!