થરા પી. આઈ. તેમજ પોલીસની અસામાજિક અને રોમિયોગિરી કરતા તત્વો માટે ડ્રોન ચેકીંગ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં ૩ થી વધુ કોલેજો અને ૬ થી વધુ સ્કૂલો

થરા પી. આઈ. તેમજ પોલીસની અસામાજિક અને રોમિયોગિરી કરતા તત્વો માટે ડ્રોન ચેકીંગ..
બનાસકાંઠાના નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં ૩ થી વધુ કોલેજો અને ૬ થી વધુ સ્કૂલો આવેલી છે.સ્કૂલના આવવા જવાનાં સમયે અને સ્કૂલ છૂટે ત્યારે શાળાએ ભણવા આવતી વિધાર્થિનીઓને રોમિયો તત્વો હેરાન પરેશાન કરવાની હિંમત ન કરે તે માટે સોમવારે સાંજે ૫ કલાકે થરા પી.આઈ.કે. બી.દેસાઈ,પી. એસ.આઈ.ડી.કે. ચૌધરીએ સી.ટીમ.સાથે શ્રી ઓગડ વિધા મંદિર,શેઠ સી. એમ.શાહ કન્યા વિદ્યાલયથી બસ સ્ટેશન સુધી પોલીસ ડ્રાઈવ કરી હતી તેઓએ શાળાના આચાર્યો સાથે પણ ચર્ચા કરી હતી કે આવા કોઈ અસામાજિક તત્વો જણાય તો વિના સંકોચે જણાવવું જાણ કરનારની માહિતી ગુપ્ત રખાશે.પોલીસ ખાનગી ડ્રેસમાં આવા તત્વોને પકડી પાડવા પ્રયત્નશીલ છે. કોઈની શરમ વિના કાર્યવાહી કરવામાં આવશે તેમ પી.આઈ.કે. બી.દેસાઈ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




