AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા:- દોઢ વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના કડક અમલીકરણના ભાગરૂપે, ડાંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને દોઢ વર્ષથી વોન્ટેડ એવા આરોપીને સુરતથી દબોચી લેવામાં મોટી સફળતા મળી છે.ડાંગ-આહવા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ અને વોચમાં હતી. આ દરમિયાન ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી એક અત્યંત ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી. બાતમી મુજબ, આહવા પોલીસ સ્ટેશનના એક ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દોઢ વર્ષથી પોલીસની પકડથી દૂર રહેતો આરોપી ભગવાનભાઈ માવજીભાઈ કથીરીયા હાલમાં સુરત ખાતે છે.ઝડપાયેલ આરોપી ભગવાનભાઈ અગાઉ આફ્રિકામાં રહેતો હતો અને લાંબા સમયથી વોન્ટેડ હતો. તે સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી મંગલમ રેસિડન્સીમાં કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હોવાની જાણ થતા જ એલ.સી.બી.ની ટીમ સતર્ક થઈ હતી. પોલીસની ટીમે સુરત પહોંચી ઉતરાણ વિસ્તારમાં વિવિધ સ્થળોએ રેકી કરી હતી.દરમિયાન, આરોપી મંગલમ રેસિડન્સીના ગેટ પાસે ઊભો હોવાની ખાતરી થતા જ પોલીસે કોઈ તક ગુમાવ્યા વગર તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ભગવાનભાઈ માવજીભાઈ કથીરીયા(રહે.E-304, મંગલમ રેસિડન્સી, ગુજરાતી વિદ્યાલય સામે, ઉતરાણ, સુરત.) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, એલ.સી.બી. દ્વારા તેને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે..

Back to top button
error: Content is protected !!