GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા દુહા છન્દ ચોપાઈ અને લોકવાદ્ય માં પ્રથમ

 

 

MORBI:મોરબી જીલ્લા કક્ષા બાળ પ્રતિભા સ્પર્ધામાં મહેન્દ્ર બરાસરા દુહા છન્દ ચોપાઈ અને લોકવાદ્ય માં પ્રથમ

 

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને મોરબી જીલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી સંચાલિત મોરબી જીલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોરબીની વિનય ઇન્ટરનૅશનલ સ્કૂલ ખાતે ગત ૪ ડિસેમ્બરના રોજ યોજાઈ ગયેલ જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિર ધોરણ ૫ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ દુહા છન્દ ચોપાઈ અને લોકવાદ્ય -અ વિભાગ બંને સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. જેઓ આગામી વડોદરા મુકામે યોજાનાર મધ્યઝોન કક્ષા ની સ્પર્ધામાં ઉપરોક્ત બંને સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે બદલ મોરબી જીલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને શુભેચ્છાઓ પાઠવેલ.

Back to top button
error: Content is protected !!