AHAVADANG

ડાંગી નૃત્યનો ખેલ મહાકુંભમાં દબદબો:-પવન બાગુલની ટીમ રાજ્ય કક્ષાએ ઝળકી, જિલ્લાનું નામ રોશન કર્યુ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬’ માં ડાંગ જિલ્લાના કલાકારોએ પોતાની આગવી આદિવાસી શૈલી અને પારંપરિક ડાંગી નૃત્ય દ્વારા સમગ્ર રાજ્યમાં ડાંગનું નામ ગુંજતુ કર્યું છે.ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ અને વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા કલાકારોએ પોતાની ઊર્જા અને તાલબદ્ધ પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા છે.ડાંગ જિલ્લાના યુવા પ્રતિભાશાળી કલાકાર પવન બાગુલની આગેવાની હેઠળની ‘ધવલીદોડ’ ટીમે (યુવા અને મહિલા વિભાગ) શાનદાર પ્રદર્શન કરતા  મુજબના ક્રમ મેળવ્યા છે,જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકપ્રદેશ કક્ષા (ઝોન) એ  પ્રથમ ક્રમાંક,રાજ્ય કક્ષા (ગાંધીનગર)એ તૃતીય ક્રમાંક મેળવ્યો છે.આદિવાસી નૃત્યો માત્ર મનોરંજન નથી, પરંતુ તે અનોખી જીવનશૈલી, માન્યતાઓ અને પ્રકૃતિ સાથેના જોડાણનું પ્રતીક છે.ખેલ મહાકુંભમાં રજૂ થયેલા આ નૃત્યમાં ઊંચી ઊર્જા, મંત્રમુગ્ધ કરી દે તેવું સંગીત અને આકર્ષક મુદ્રાઓ જોવા મળી હતી. આ પ્રદર્શન દ્વારા યુવા પેઢી પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાય તેવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે, પવન બાગુલની આગેવાની હેઠળની આ ટીમે અગાઉ દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ વખત પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા બની હતી. ડાંગની આદિવાસી શૈલી અને ડાંગી નૃત્ય હવે માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ ખ્યાતિ મેળવી રહ્યું છે.ડાંગ જિલ્લાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આદિવાસી સમાજ અને સ્થાનિક લોકો દ્વારા પવન બાગુલ અને તેમની આખી ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. લોકોએ આશા વ્યક્ત કરી છે કે ડાંગનું આ ‘સાંસ્કૃતિક ઘરેણું’ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડાંગની ઓળખ મજબૂત બનાવશે..

Back to top button
error: Content is protected !!