અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી..
અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી..

અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી..
ઓગડ તાલુકાના સંતશ્રી સદારામ બાપાની પાવન ભૂમિ ટોટાણા ધામમા અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બાપા સદારામ યુવક મંડળ દ્વારા અમર સદારામ લાઈબ્રેરીનું પરમ પૂજ્ય દાસબાપુના વરદ હસ્તે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી,કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની ઉપસ્થિતિમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે શિક્ષક કે. જે. જાલેરાએ જણાવ્યું હતું કે અમર સદારામ ટ્રસ્ટ (ઠાકોર સમાજ) દ્વારા સતત માર્ગદર્શન નાપરિણામે વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા ૧૬૦ થી વધુ વિધાર્થીઓ એ વિવિધ સરકારી ખાતાઓ જેવા કે સેક્શન ઓફિસર, પોલીસ,શિક્ષક તલાટી, CISF, BSF,SRPF,CRPF,જેલ સિપાહી,આર્મી વગેરેમાં નોકરી મેળવી છે.જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત છે.આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની મહેનતનું જ નહીં પરંતુ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પદ્ધતિ, અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન,નિયમિત મોકટેસ્ટ , વ્યક્તિગત માર્ગદર્શન અને શિસ્ત બદ્ધ અભ્યાસક્રમની પણ જીવંત સાબિતી છે.થરા,દિયોદર ભાભર,રાહ (થરાદ) તથા રાધનપુર પંથકમાંથી સફળતા મેળવેલ વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને પરિશ્રમ દ્વારા આ વિસ્તાર,ગામ અને માતા-પિતાનું નામ ઉજાગર કરવા બદલ ટ્રસ્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ,માર્ગદર્શક શિક્ષકો, દાતાશ્રીઓ અને સફળતા સુધી લઈ જનાર સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગ દર્શન,પ્રેરણા અને તક પુરી પાડવા સતત પ્રયત્નશીલ રહેશે.ટ્રસ્ટ ની જાણકારી મેળવતા આનંદ છવાયો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




